ગાંધી વિચારથી પ્રભાવિત થઇને ગુજરાતના દાંડીમાર્ગ ઉપર ત્રણ અમેરીકનો પ્રવાસે નીકળ્યા છે. ઓહાયો સ્ટેટની એક ગવર્નમેન્ટ પબ્લીક હાઇસ્કુલના શિક્ષક હાઇ લુઇસ સાથે મીનીસોટા સ્ટેટની સોશ્યલ વર્કર મેરી ફ્રાન્સીસ તથા સોફ્ટવેર બીઝનેસમેન સેઇન ડેનીસે શરૂ કરેલી આ દાંડીકૂચનો હેતુ સમજાવતા લુઇસ કહે છે ધમારી શાળાના વિદ્યાર્થીઓને ઓસ્કાર એવોર્ડવાળી ફિલ્મો બતાવતા હતા ત્યારે એટર્નબરોની ગાંધી પણ જોઇ હતી. પછી એના વિશે વધારે જાણવાનું મન થયું. તેથી ત્યાંની ગવર્નમેન્ટે સ્કોલરશીપ આપીને અહીં ગાંધી વિચારનો અભ્યાસ કરવા મને મોકલ્યો છે.ધ ગત્ ૩૧મી તારીખે ઇન્ડિયા આવેલા આ ત્રણ ગાંધીપ્રેમીઓએ બે દિવસથી દાંડીકૂચનો પ્રવાસ શરૂ કર્યો છે. મેરી ફ્રાન્સીસ કહે છે ધલૂઇસ આખો દાંડી માર્ગ દોડીને જશે. જ્યારે હું અને ડેનીસ તેની પાછળ સાયકલ લઇને નીકળ્યા છે. અમે દિલ્હીથી અજમેર આવ્યા અને અજમેરથી અમદાવાદ ટ્રેનના થર્ડ ક્લાસમાં પ્રવાસ કર્યો.
ઓહયો સ્ટેટની પબ્લિક સ્કૂલના શિક્ષક સાથે સોશિયલ વર્કર મહિલા અને સોફ્ટવેર બિઝનેસમેન , સ્વદેશ પાછા જઈને વિદ્યાર્થીઓને ગાંધીજી અને ગાંધીવાદ વિશે લેસન ભણાવવાનાં છે.
ભારતીયો અને તેમાંય ગુજરાતીઓ અત્યંત મળતાવડા, ફ્રેન્ડલી અને પ્રેમાળ હોવાથી પ્રવાસમાં ખૂબ મઝા આવી. શનીવારે સાબરમતી આશ્રમેથી નીકળેલા આ ગાંધીપ્રેમીઓ રવિવારે બપોરે નડિયાદ અને સોમવારે બોરસદ પહોંચ્યા. જ્યાંથી રાસ ગામના રસ્તે તેઓ દાંડી તરફ આગળ વધશે. ૧૫ માર્ચ ૧૯૩૦ના દિવસે ગાંધીજીએ નડિયાદના સંતરામ મંદિરમાંથી દાંડી સભા સંબોધી હતી. તેમણે આ મંદિરના જે ઝરૂખામાંથી આ વ્યાખ્યાન આપ્યું હતું. આ ત્રણેય અમેરીકનો એ ઐતિહાસિક ગેલેરીની મુલાકાત માટે જબરજસ્ત અધીરાઇ દાખવી હતી. અવનવું જાણવાનો ઉત્સાહ, ગાંધી વિચારનું રેલેવન્ટ સંશોધન તથા ગાંધી શ્રદ્ધાથી ભર્યા ભર્યા આ ત્રણ અમેરીકનો સાચા અર્થમાં ગાંધીવાદને વરેલા હોય તે રીતે આગળ વધી રહ્યા છે. સેઇન ડેનીસ કહે છે ધસાદાઇ,સત્ય અને અહિંસાના ઇશ્વર ગાંધીએ ફ્રીડમ મુવમેન્ટની સાથેસાથે સામાજિક ઉત્થાનનું જે કામ કર્યું છે તે મીરેકલ છે.આખી સોસાયટીને એક સાથે રાખીને આવડી મોટી ક્રાંતિ કરવી એ લગભગ અશક્ય છે. જે ગાંધીએ કરી બતાવ્યું છે. હું માનુ છુ કે મોરાલીટી વગરનો કોઇપણ બીઝનેસ એ ગુનો છે. ગાંધીએ આપણને મોરાલીટીનું ઉંચામાં ઉંચુ મહત્વ અત્યંત સરળ રીતે સમજાવ્યું છે. આખા વર્લ્ડને પોતાની ઇકોનોમીથી માંડીને પર્સનલ ડેવલોપમેન્ટ માટે ગાંધીની મોરાલીટી કામ લાગે તેવી છે.ધ શિક્ષક લુઇસ પણ આ જ વાત દોહરાવે છે. આપણા કોઇ ધર્મ પ્રેમી જે શ્રદ્ધાથી રામાયણ,ગીતા વાંચે એટલી શ્રદ્ધાથી ગાંધીની ઓટોબાયોગ્રાફીનું માત્ર વાંચન નહીં પણ એકથી વઘુ વખત પારાયણ કરતા લુઇસ કહે છે ધ ગાંધીએ બતાવેલી અહિંસા આજના સમયમાં મુશ્કેલ લાગે છે. પણ ઇતિહાસ કહે છે કે આખરે તો અહિંસા એ જ પરિણામ આપ્યું છે. અને મને વિશ્વાસ છે કે આજના સમયની હાડમારીઓ કે મુશ્કેલીઓનો ઉકેલ પણ ગાંધીના અહિંસા માર્ગમાં જ રહેલો છે. પણ એ ક્યારે અસર કરશે તેની મને ખબર નથી.ધ ગાંધીના અહિંસાનો માર્ગ અમેરીકાના યુદ્ધખોર માનસમાં કેવી રીતે ફીટ થશેતે સમજાવતા એમ.એસ.ડબ્લ્યુ થયેલી મેરી કહે છે ધ અમારા જ્યોર્જબુશ એક બેવકૂફ નેતા છે. અને તેથી જ તેને ઘણાં લોકો ધીક્કારે છે. કદાચ હવે અમેરીકાની બદલાતી સત્તામાં ચેન્જ આવશે એમ મારૂં અંગત મંતવ્ય છે.ધ પોતાની પબ્લીક સ્કુલના વિદ્યાર્થીઓને અહીંથી ગયા પછી ગાંધીવાદ અને ગાંધીજી વિશે ત્રણ લેસનો તૈયાર કરાવીને ભણાવવાના છે. લુઇસ આ દાંડી પ્રવાસ દરમ્યાન સતત એ માટેનું હોમવર્ક કરતા રહે છે. એ માને છે કે ગાંધીએ સોસ્યલ મુવમેન્ટ માટે જે શ્રમ વેઠ્યો હતો તેનો બહુ થોડો અંદાજ પણ મેળવવો હોય તો આપણે એ માર્ગ ઉપર જવું પડશે. અને તેથી જ મેં દોડતા દોડતા દાંડીમાર્ગ ખેડવાનું પસંદ કર્યું છે. અમે આ આખા પ્રવાસ દરમ્યાન તદ્દન વેજીટેરીયન રહેવાના છીએ. જે અમને ગાંધીવિચાર સમજવામાં મદદરૂપ કરશે.
એક મહિના જેટલો લાંબો પ્રવાસ હોવા છતાં આ ત્રણેય અમેરીકનો પોતાની જોડે પહેર્યા ઉપરાંતના માત્ર બીજા એક જોડી કપડાં લઇને નીકળ્યા છે. કારણ કે એમને ગાંધીની સાદાઇ સ્પર્શી ગઇ છે.
ગાંધી રંગે રંગાયેલા આ અમેરીકનો એકી અવાજે કહે છે મટીરીયલ સાથેનું આપણું એટેચમેન્ટ હદ વટાવી ગયું છે. જે સાચી શાંતિનો દુશ્મન છે. આપણે ભૌતિક સુખ સગવડો ભોગવીએ ત્યાં સુધી વાંધો નથી, પણ એના ગુલામ થઇશું તો આપણું ભવિષ્ય અંધકારમય જ રહેશે.