સામગ્રી :
ગાજર : ૧ કિલો
વટાણા : ૫૦૦ ગ્રામ
લીલાં મરચાં : ૫૦ ગ્રામ
આદું : ૨૫ ગ્રામ
સરકો : અડધો શીશો
તેલ : ૧૫૦ મિલી
આમલી : ૧૦૦ ગ્રામ
ગોળ : ૧૨૫ ગ્રામ
ગરમ મસાલો : ૩૦ ગ્રામ
તમાલપત્ર : ૪ નંગ
હળદર : ૧૦ ગ્રામ
બનાવવાની રીત :
સરકામાં આમલીને ૩ કલાક માટે પાલળી રાખો. તેનો રસ કાઢીને એક બાજુએ રાખો. બધાં શાકભાજીને ધોઇને સાફ કરો. વટાણા દાણા અને ગાજરના ટુકડા તૈયાર રાખો. મરચાં, રાઇ આદુંને વાટી લો. તેલ ગરમ કરીને નીચે ઉતારી લો. તેમાં તમાલપત્ર નાંખો અને બધો મસાલો ભેળવીને ગોળ નાખો. પછી બધુ શાક નાંખીને પાણી વગર ધીમા તાપે ઊકળવા દો. પછી તેને નીચે ઉતારી લો. તેમાં આમલીનો રસ નાખી દો. પછી બરણીમાં ભરીને તેને થોડા દિવસ માટે તડકે રાખો.