લીલી લીંબડી રે,લીલો નાગરવેલનો છોડ
લીલી લીંબડી રે,લીલો નાગર વેલનો છોડ.
આજ મારે આંગણે રે, પ્રભુજી ઉતારાં કરતાં જાવ.
ઉતારાં નૈ કરું રે, જાવું સીતાને દરબાર,
સીતા એકલાં રે, જુવે રામલખમણની વાટ.
આજ મારે આંગણે રે, પ્રભુજી નાવણ કરતાં જાવ.
નાવણ નૈ કરું રે, જાવું સીતાને દરબાર,
સીતા એકલાં રે, જુવે રામલખમણની વાટ.
આજ મારે આંગણે રે, પ્રભુજી ભોજન કરતાં જાવ.
ભોજન નૈ કરું રે, જાવું સીતાને દરબાર,
સીતા એકલાં રે, જુવે રામલખમણની વાટ.
આજ મારે આંગણે રે, પ્રભુજી મુખવાસ કરતાં જાવ.
મુખવાસ નૈ કરું રે, જાવું સીતાને દરબાર,
સીતા એકલાં રે, જુવે રામલખમણની વાટ.
આજ મારે આંગણે રે, પ્રભુજી પોઢણ કરતાં જાવ.
પોઢણ નૈ કરું રે, જાવું સીતાને દરબાર.